સુરતઃ ઉગતમાં રહેતો વિજય શ્રાવણ બોરકર (ઉ. વ. ૧૯) તેના મિત્ર આકાશની બહેનના ઉગત ઝૂંપડપટ્ટીમાં લગ્ન હોવાથી ૧૭મીએ રાત્રે રાસ-ગરબામાં ગયો હતો. તે સમયે અન્ય યુવાનો સાથે નાચવા બાબતે ઝઘડો થયો હતો. ઝઘડામાં વિજય અને તેના મોટા ભાઈ રવિ (ઉ. વ. ૨૪) પર કેટલાક યુવાનોએ ચપ્પુથી હુમલો કર્યો હતો. જેમાં વિજયની છાતીમાં ચપ્પુ માર્યું હતું અને રવિ વિજયને બચાવવા જતા તેને પણ પગમાં ચપ્પુના ઘા માર્યા હતા. એ પછી હુમલાખોર યુવાનો ભાગી ગયા હતા. બંને ભાઈઓને તાત્કાલિક હોસ્પિટલે ખસેડાયા હતા. જોકે ટૂંકી સારવારમાં જ વિજયનું મોત થયું હતું. આ કેસમાં રવિનું નિવેદન નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.