વડોદરા: હેરના સમા સાવલી રોડ પર ૨૭મી એપ્રિલે વેમાલી વિસ્તારમાં રહેતી મહિલા અને તેનો પતિ લોકડાઉનમાં ટાઇમ પાસ કરવા લૂડો ગેમ રમતા હતા. મહિલા ગેમ જીતી જતાં પતિનો પારો ગયો હતો અને તેણે પત્નીને ફટકારી હતી. પત્નીને કમરના ભાગે ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવી પડી હતી.
પતિના શારિરીક અત્યાચારથી કંટાળેલી મહિલાએ ૧૮૧ મહિલા સુરક્ષા હેલ્પલાઇનને ફોન કરતાં અભયમની ટીમ પહોંચી મામલો થાળે પાડયો હતો. શહેરના વેમાલી વિસ્તારમાંથી રોશની (નામ બદલ્યું છે) નામની મહિલાએ સોમવારે અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી તેના પતિએ લૂડો ગેમ રમ્યા બાદ તેને માર માર્યો હોવાની ફરિયાદ કરી હતી, જેથી અભયમની રેસ્ક્યુ વાન તાત્કાલિક તેના ઘેર પહોંચી હતી.
અભયમે રોશનીની પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે તે અને તેનો પતિ અમીત (નામ બદલ્યું છે) ટયુશન ક્લાસ ચલાવે છે. હાલ લોક ડાઉનમાં ટાઇમ પાસ કરવા બંને રોજ મોબાઈલમા લૂડો ગેમ રમતા હતા. જો કે બે દિવસ પહેલાં રોશની લૂડો ગેમ જીતી જતાં અમીત ઉશ્કેરાયો હતો અને તેને માર મારતાં તેને કમરમાં દુખાવો ઉપડતા હોસ્પિટલમાં જવું
પડયું હતું.