સુરતઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દક્ષિણ ગુજરાતની બે દિવસીય મુલાકાત લીધી હતી. મોદીના સ્વાગત માટે એકથી એક ચઢિયાતા આયોજનો હતાં. સરરત રોશની, રેતશિલ્પ, થ્રીડી શો, લેસર શો, રંગોળીથી દીપી ઊઠ્યું હતું. આ સુરત જેના માટે જાણીતું છે તેવા ટેક્સટાઈલ ઉદ્યોગના સહકારથી દિશા ફાઉન્ડેશને મોદીના સ્વાગત માટે સળંગ ૧૨ કિલોમીટર લાંબી પ્રિન્ટ કરેલી સાડી ગૌરવ પથ ઉપર બાંધી હતી. ૧૨ કિલોમીટર લાંબી આ સાડી બંધાવાના રાષ્ટ્રીય વિક્રમ માટે ચોક્કસ ટીમ સુરતમાં હાજર થઈ હતી.