વલસાડઃ મોટા તાઇવાડના ડો. ખાલિદ ગુલામબશીર મણિયારને મિડલ ઇસ્ટના દેશો જેવા કે દુબઈ, ઓમાન, અફઘાન, ઇરાન, ભારત અને ભાઇઝાનમાં સીએ ફર્મ અને બિઝનેસ એડવાઇઝરીની સર્વિસ કંપની ચલાવવા ૧૦૦ ભારતીય બિઝનેસ લીડરમાં સ્થાન મળ્યું છે. તેઓ ૧૯૭૩માં વલસાડની શાહ એન. એચ. કોમર્સ કોલેજમાંથી બી.કોમ કર્યા બાદ ૧૯૭૪માં લંડન પહોંચ્યા હતા. જ્યાં ચાર્ટડ એકાઉન્ટનો અભ્યાસક્રમ પૂરો કરી દુબઈમાં સીએ ફર્મની પ્રથમ ઓફિસ શરૂ કરી હતી.
વલસાડની વિઝિટ
બિઝનેસ એડવાઇઝરી, ઇન્કમટેક્સ સોલ્યુશન, ઇન્ટરનલ ઓડિટ, રિસ્ક મેનેજમેન્ટ સહિતની સેવા પૂરી પાડતી તેમની કંપનીની બ્રાન્ચો છ દેશોમાં વિસ્તરી ચૂકી છે.
માત્ર દુબઈમાં જ હાલ ૨૦ જેટલી ઓફિસો કાર્યરત છે. તેમના હાથ નીચે ૨૭૫ જેટલા નિષ્ણાતો કામ કરી રહ્યા છે.
ડો. ખાલિદ મણિયારે એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, મિડલ ઇસ્ટમાં ચાર મોટી સર્વિસ ઇન્ડસ્ટ્રીને બાદ કરતાં નાના ઉદ્યોગોમાં આવતી ઇન્ડસ્ટ્રીમાં તેઓ પ્રથમ ક્રમે હોવાથી ફોબ્સ મેગેઝિનમાં તેમનો સમાવેશ થયો છે. વિદેશમાં બિઝનેસ ડેવલપ થયો હોવા છતાં તેમની વતન પ્રત્યેની માયા અતૂટ છે તેઓ મહિને-બે મહિને એક વખત વલસાડ તો આવે જ છે.