મૂળ વલસાડની દૃષ્ટિ ભાનુશાલી તાજેતરમાં મ્યાનમાર ખાતે યોજાયેલી મિસિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ ૨૦૧૫ સ્પર્ધાની વિજેતા બની હતી. આ સ્પર્ધામાં અમેરિકા, સ્પેન, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, ફિનલેન્ડ સહિત વિશ્વભરની ૨૦૦૦ પરિણીત સ્ત્રીઓએ ભાગ લીધો હતો. જેમાંથી ૨૦૦ અને તેમાંથી ૪૨ સ્પર્ધકોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા.
સ્પર્ધામાં બોલિવૂડ રાઉન્ડ બાદ દસ જ્યુરી મેમ્બર્સનો સવાલ-જવાબનો રાઉન્ડ હતો અને તેમાંથી ટોપ ફાઇવ સ્પર્ધક પસંદગી પામ્યા હતા. આ પાંચ સ્પર્ધકોને પૂર્વ મિસિસ ઇન્ડિયા, મોડેલ અને અભિનેત્રી અદિતી ગોવિત્રીકર દ્વારા એક કોમન સવાલ પૂછવામાં આવ્યો હતો અને સ્પર્ધકોએ જવાબ લખીને આપવાનો હતો. આ રાઉન્ડમાં પણ દૃષ્ટિ મેદાન મારી ગઈ હતી અને તેને વિજેતા ઘોષિત કરવામાં આવી હતી.