ભરૂચઃ દિલ્હીની મુલતાની ફાર્મા કંપનીમાંથી નશીલી દવાઓ મંગાવી અમેરિકા, યુરોપ અને કેનેડા જેવા દેશોમાં આ દવાઓ પ્રતિબંધિત હોવા છતાં પાર્સલ કરવાના રેકેટનો નાર્કોટિક્સ વિભાગે પર્દાફાશ કર્યો છે. નાર્કોટિક વિભાગે બાતમીના આધારે છાપો મારી ભરૂચમાંથી રૂ. એક કરોડ ઉપરાંતની દવાઓના જથ્થા સાથે રેકેટમાં સંડોવાયેલા ત્રણ શખસોની અટકાય કરી હતી. નાર્કોટિક્સ વિભાગે કામની વિદ્રાવરણ રસ તેમજ એચ-૧ શિડ્યુલ હેઠળ આવતી સ્પાઝમો પ્રોક્સીવેલના રૂ. એક કરોડ ઉપરાંતના જથ્થા સાથે ભરૂચના પાંચ બત્તી વિસ્તારમાં ટેલરિંગનો વ્યવસાય કરતા મો. આરિફ, સુરતના મો. ઉમર અને મો. ઝફરની ધરપકડ ૨૯મી માર્ચના રોજ કરી હતી.