સુરતઃ કૌભાંડી નીરવ મોદીની જેમ કતારગામના વિન્સન ડાયમંડના સંચાલકે પણ જુદી જુદી બેંકોને મળીને કુલ રૂ. ૬૫૦૦ કરોડનો ચૂનો લગાવીને પત્ની સાથે વિદેશની વાટ પકડી લીધાની ચર્ચા પણ ઊઠી છે. અલબત્ત ઈ.ડી.ની તપાસ દરમિયાન કબજે કરેલી મિલકતોમાંથી માત્ર રૂ. ૧૭૨ કરોડ જ વસૂલ થઈ શક્યા હતા. હાલમાં નાણાં મંત્રાલયની કરોડો રૂપિયાના બાકી દેવાની વસુલાતની નોટીસ પેઢીના નોટિસ બોર્ડ પર ધૂળ જામે છે. નોંધનીય છે કે ૧૯૮૫માં સુરત ડાયમંડ બાદ વિન્સન ડાયમંડના નામે ચાલતી પેઢીના સંચાલક જતીન મહેતા દ્વારા જુદી જુદી બેંકો પાસેથી રૂ. ૬૫૦૦ કરોડના કૌભાંડ આચર્યું હતું. તેની સામે તપાસની ભનક લાગતાં જતીન મહેતા પત્ની સાથે વિદેશ ભાગી ગયા હતા.