સુરત: વડોદરાની ૧૯ વર્ષીય વિદ્યાર્થિની પર બળાત્કાર કરનારા આરોપી શાંતિસાગર સાગર સામેનો કેસ સત્તરમીએ નીચલી કોર્ટથી સેશન્સ કોર્ટ કમિટ થયો હતો. ચાર્જશીટ મુજબ શાંતિસાગરે પીડિતા સાથે સંબંધ બાંધ્યો હોવાની પુષ્ટિ થાય છે, પરંતુ ઘટના પછી ૧૩ દિવસ વીતી જતાં વીર્યના પુરાવા મળી શક્યા નહોતા. આ ઉપરાંત શાંતિસાગર સંબંધ બાંધવા માટે સક્ષમ હોવાનો પણ સુરત સિવિલ હોસ્પિટલના મેડિકલ રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. ચાર્જશીટ પછી હવે કેસ કાર્યવાહીનો પ્રારંભ થશે. જેમાં ચાર્જફ્રેમનો પણ સમાવેશ થાય છે. પોલીસે તૈયાર કરેલો કેસ- મજબૂત પુરાવા, ચાર પંચનામાં, ૩૩ સાક્ષી, તબીબી અભિપ્રાય અને એફએસએલ-ફોરેન્સિક રિપોર્ટ પર આધાર રાખે છે.
ચાર્જશીટમાં સિવિલના મેડિકલ રિપોર્ટમાં સ્પષ્ટ છે કે શાંતિસાગર શારીરિક સંબંધ બાંધવા સંપૂર્ણ રીતે સક્ષમ છે અને પીડિતા સાથે સંબંધ બાંધ્યો હતો. સિવિલના તબીબ સમક્ષ ખુદ શાંતિસાગરે પણ કબૂલ્યું હતું કે સંબંધ બાંધ્યો હતો.