સુરતઃ અલથાણ રોડ પર આશીર્વાદ એન્કલેવ નજીક શેરબજારના વ્યવસાય સાથે સંકળાયેલા સંદીપ બજરંગ દાલમિયા (ઉં ૩૭)નો ૩૧મી ડિસેમ્બરે સાંજે અલકાના સોહમ સર્કલ પાસે સોહમ રેસિડેન્સી તરફ જવાના રસ્તે આઈ ૨૦ કારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. કાર અંગે શંકા જતાં પોલીસને જાણ કરાતાં પોલીસે ઘટનાસ્થળે જઇ તપાસ કરતાં કારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. કાર્બન મોનોક્સાઈડની બોટલ અને હાઇડ્રોજન ગેસ પણ કારમાંથી મળતાં તેનાથી મૃત્યુ થયું હોઈ શકે કે ઓક્સિજન માસ્ક પહેરીને જ મૃતકે આત્મહત્યા કરી હોઈ શકે તેની તપાસ ચાલે છે. પોસ્ટમોર્ટમ વખતે શબ ખસેડાયું ત્યારે શરીરનો રંગ ચેરી જેવો લાલ થઈ ગયો હતો. પોલીસે કહ્યું કે, શબ પાસેથી સુસાઈડ નોટ મળી તેમાં લખ્યું હતું કે કોઈ મારા મૃત્યુ માટે જવાબદાર નથી. નોટમાં પરિવારના સભ્યોનાં મોબાઈલ નંબર લખ્યા હતા અને લખ્યું હતું ડોન્ટ ટચ મી... કાર... કોલ પોલીસ. શબના વિવિધ સેમ્પલના આધારે મોતનું સાચું કારણ જાણી શકાશે તેવું પોલીસે જણાવ્યું છે.