અંકલેશ્વરઃ ડેડીયાપાડા તાલુકાના કુંડીઆંબા ગામના ખેતમજૂર વિનોદભાઈ રમેશભાઈ વસાવાની પત્ની ઉષાબહેનને પ્રસવ પીડા ઉપડતાં છઠ્ઠી જાન્યુઆરીએ સેવા રૂરલ સંચાલિત કસ્તુરબા પ્રસૂતિ ગૃહમાં દાખલ કરાયા હતા. સાતમીએ વહેલી સવારે ઉષાબહેને થોડા થોડા સમયના અંતરે ચાર પુત્રોને જન્મ આપ્યો હતો. પ્રસૂતિ બાદ ઉષાબહેન તથા ચારેય પુત્રો સ્વસ્થ હોવાનું તબીબે જણાવ્યું હતું.
જોકે બાળકોનું વજન દોઢથી બે કિલો હોવાથી સાવચેતીરૂપે તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઉષાબહેનની પ્રસૂતિ નોર્મલ થઈ હતી.