શ્રીલંકા બ્લાસ્ટનો આતંકી ભરુચ - સુરતના એજન્ટોના સંપર્કમાં હતો

Wednesday 01st May 2019 07:33 EDT
 

કોલંબોઃ શ્રીલંકામાં થયેલા ત્રાસવાદી હુમલામાં હેન્ડલર તરીકે ઈસ્લામિક સ્ટેટના એજન્ટ આદિલ ‘એકસ’નું નામ ચર્ચામાં આવ્યું છે સાથે સાથે ગુજરાતમાં આઈએસના એજન્ટો સાથેની લિંક પણ પોલીસને તાજેતરમાં મળી છે. ૨૦૧૭માં સુરતમાંથી ગુજરાત એટીએસે ભરૂચ અને સુરતના આબિદ અને કાસમની ધરપકડ કરી હતી. તે સમયે પોલીસે બંનેની વોટ્સએપ ચેટ તપાસી હતી, જેમાં આદિલ સાથેની વાતચીત હતી.

સુરતનો આબિદ મિરઝા અને ભરૂચનો કાસમ સ્ટીમરવાલા આદિલ સાથે સંપર્કમાં હોવાની વાતનો પોલીસે ચાર્જશીટમાં પણ ઉલ્લેખ કર્યો હતો. એ સમયે પોલીસે બંનેના ફોન અને લેપટોપ કબજે કર્યાં હતાં, જેમાં તે બંનેએ આઈએસના શ્રીલંકામાં સક્રિય આદિલ નામના એજન્ટ સાથે ચેટિંગ કર્યાના પુરાવા મળ્યા હતા. જોકે હવે શ્રીલંકામાં થયેલા હુમલામાં ભૂમિકા ભજવનારા આદિલ સાથે આ બંને એજન્ટની લિંક બહાર આવતા એટીએસ, એસઓજી, ક્રાઇમ બ્રાંચ એલર્ટ થઈ છે. કાસમ અને આબિદ ૪ માસથી સુરતની જેલમાં છે, પરંતુ અગાઉ તે બંને આદિલના સંપર્કમાં હતા. બંનેની ધરપકડ વખતે રાજ્યમાં આઈએસની વિચારધારા ધરાવતા અન્ય ચારને પણ પોલીસે પકડ્યા હતા. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter