• ડુપ્લિકેટ ચેકથી નર્મદ યુનિ.ના બે કરોડની ઠગાઈ: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના યુનિયન બેંકના ખાતામાંથી ડુપ્લિકેટ ચેકના આધારે રૂ. પોણા બે કરોડ ઉસેટી લેવાના પ્રકરણમાં હાલ સુધીમાં ગોવા-પણજીના વિજય યાદવ અને ઇન્દોરની લિપીકા દાસ સહિતના ઠગોના નામ બહાર આવ્યાં છે. વિજય અને લિપીકાના ખાતામાં યુનિ.ની રોકડ ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ ઉપરાંત આ પ્રકરણમાં ગોવા-પણજી અને મધ્ય પ્રદેશ-ઇન્દોરના બેંક ખાતાના અન્ય ખાતેદારોના નામ ખૂલે તેવી આશંકા પોલીસ સેવી રહી છે.
• મહિલા ઇન્સ્પેક્ટર લાંચ લેતા પકડાઈ: સુરતમાં મહિલા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર ૧૪મીએ મોડી સાંજે રૂ. પાંચ લાખ રૂપિયાની લાંચ લેતાં રંગે હાથે પકડાયાં હતાં. મહિલા પોલીસમાં કરાયેલી ફરિયાદને રફેદફે કરવાના બદલામાં પોલીસ અધિકારી પદ્મા લબ્ધિકરે મોટી રકમની માગ કર્યા પછી છેવટે રૂ. પાંચ લાખમાં પતાવટ નક્કી કરી હોવાની બાતમી પછી આ પાંચ લાખ રૂપિયા લેવા જતાં તે રંગેહાથ સપડાયાં હતાં.