સંઘપ્રદેશનો ગુજરાતમાં વિલય થશે નહીંઃ

Saturday 24th January 2015 04:59 EST
 

હવે ડુમસના દરિયા કિનારાનો વિકાસ થશેઃ સુરતનાં ડુમ્મસ દરિયા કિનારે લોકોની સુખાકારી અને આનંદપ્રમોદ માટે નેચર પાર્ક, ઈકો પાર્ક, સી ફ્રન્ટ જેવા વિવિધ પ્રકલ્પો વિક્સાવી તેનો પર્યટન સ્થળ તરીકે વિક્સાવવા માટે સુરત મહાનગરપાલિકાએ રજૂ કરેલા પ્રસ્તાવને મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે તાજેતરમાં મંજૂરી આપી છે. સુરતના ડુમ્મસ દરિયા કિનારે ૨,૯૫,૮૫૭ ચો.મી. જેટલી જમીન સરકારના વન અને પર્યાવરણ વિભાગ હસ્તક છે. જેમાં ડુમ્મસ ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૮૧માં ૩,૫,૧૧૫ ચો.મી. જગ્યાનો સમાવેશ થાય છે. જે પૈકી ૭૪,૪૩૦ ચો.મી. જગ્યા પાલિકાને રિઝર્વેશન હેઠળ ટી.પી. સ્કીમની રૂએ મળે છે. વધુમાં ફાઈનલ પ્લોટ તરીકે ફાળવેલ ૧,૮૦,૮૨૮ ચો.મી. જગ્યા રાજ્ય સરકાર હસ્તકની છે.

નારાયણ દેસાઇની તબિયત સુધારા પરઃ છેલ્લા દોઢેક મહિનાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ ગાંધીવાદી નારાયણ દેસાઈ કોમામાં સરી પડ્યા હતા. જોકે, હવે તેમની તબિયત સુધારા પર છે. પોતાની ગાંધી કથા કરવાની જીજીવીશા અને પ્રબળ આત્મશક્તિએ જ તેમને ફરી બેઠા કર્યા છે! સુરતની મહાવીર હોસ્પિટલના આઈસીયુમાંથી પણ તે બહાર આવી ગયા છે. અને હવે તેમને હળવી કસરતો અને ફિઝિયોથેરાપીના પાઠ શિખવવા તબીબો આવે છે, પરંતુ તેમને મન તો ગાંધીજીનો ચરખો જ એક થેરાપી છે તેમ ચરખાને ચલાવી ફિઝિયોથેરાપી કરી ગાંધીજીને યાદ કરે છે. ગત ૯ ડિસેમ્બરે બારડોલી વેડછી આશ્રમે નારાયણ દેસાઈની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઓલપાડની સાઈનાઇડ કંપનીને કાયમી બંધ કરવા માંગણીઃ ઓલપાડ સાયનાઇડ કંપનીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે બંધ કરવાનું જણાવતા આંદોલનકારી ગ્રામજનોનો ઉત્સાહ બેવડાયો છે. દેખાવકારોએ ગત સુરતમાં જહાંગીરપુરાથી જંગી વાહનરેલી કાઢી ઠેર ઠેર ચક્કાજામ કરી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, અને તેમાં કંપનીને કાયમી બંધ કરવા માંગણી કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter