સુરતઃ ૨૦૦ રૂપિયા પગારમાં પોલીસની નોકરી જોઈન્ટ કરીને ૩૨ વર્ષે ૩૦ હજારના પગારદાર સુધી પહોંચેલા પોલીસકર્મી પ્રકાશ પાટીલ પાસે પરિવાર અને તેના પુત્રોના નામે મળીને ૧૧૦૦ કરોડથી વધુની સંપત્તિ હોવાની વાત સામે આવી રહી છે. સસ્પેન્ડ પ્રકાશનો ગુજરાત પોલીસમાં સંપત્તિની દષ્ટિએ ટોપ-૫માં ત્રીજા નંબર છે. આહવા-ડાંગના એએસપી મનીષસિંહે કેસમાં ૨૦ દિવસ સુધી તપાસ કરી હતી.
ફરિયાદ વખતે પ્રકાશ પાસેથી આવક કરતાં ૨૮૪.૪૧ ટકા વધુ મિલકતો મળી હતી તો બીજી તરફ ૨૦ દિવસની તપાસમાં અપ્રણાસર મિલકત ૮૦૦ ટકાથી વધુની જણાઈ છે. પોલીસમાં ૩૨ વર્ષની નોકરીમાં પ્રકાશ પાટીલે બેનંબરી ધંધામાં કમાણી ઉપરાંત સુરત જિલ્લાની હાઈવે પરની કેટલીક વિવાદિત જમીનોમાં બિલ્ડરો સાથે સાંઠગાંઠ રાખીને કરોડોની કમાણી કરી છે.