અમદાવાદ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના પુત્ર અને જમાઈ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની રડારમાં આવી ગયા છે, સ્ટર્લિંગ બાયોટેક બેંકના લોનના ફ્રોડ કેસમાં અહેમદ પટેલના જમીનનું સ્ટેટમેન્ટ રેકોર્ડ પર લીધું છે. અગાઉ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને જમાઈ ઇરફાન સિદ્દીકીનું નામ મની લોન્ડ્રીંગ કેસમાં બહાર આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોટે જણાવ્યું કે સાંડેસરા ગ્રુપના ડિરેક્ટરે તપાસ દરમિયાન રૂ. ૧૪૫૦૦ કરોડનાં બેંક લોન ફ્રોડ મામલે અહેમદ પટેલના પુત્ર અને જમાઈનું નામ લીધું હતું. જ્યારે ઇડીએ અહેમદ પટેલના જમાઈ ઇરફાનનું સ્ટર્લિંગ બાયોટેક બેંકના લોનના ફ્રોડ કેસમાં સ્ટેટમેન્ટ રેકોર્ડ પર લીધું છે.