સાઉથ આફ્રિકામાં જંબુસરના કાવી ગામના યુવાન પર ગોળીબાર

Wednesday 18th March 2020 07:17 EDT
 

ભરૂચ: દક્ષિણ આફ્રિકાના વેન્ડા શહેરમાં રહેતા જંબુસર તાલુકાના કાવી ગામના યુવાન સોહેલ બગલી અશ્વેતોના હુમલાનો શિકાર બન્યો છે. અશ્વેતોએ લૂંટ કરવાના ઇરાદે યુવાન પર ગોળીબાર કર્યાં હતાં જેમાં યુવાનને બે ગોળી વાગી હોવાના અહેવાલ છે. સોહેલ બગલી ૨૦૧૧માં સાઉથ આફ્રિકાના વેન્ડા શહેરમાં નોકરી માટે ગયો હતો. તાજેતરમાં સોહેલ બગલી કાવી ગામના જ ત્યાં સ્થાયી થયેલા બે યુવાનો સાથે જતો હતો દરમિયાન કેટલાક અશ્વેતોએ તેમની ઉપર લૂંટના ઇરાદે ગોળીબાર કર્યો હતો. સોહેલ બગલીને કમરના અને પગના ભાગે ગોળી વાગતા તે ફસડાઇ પડ્યો હતો. સોહેલને તત્કાલ સારવાર અર્થે ત્યાંથી સ્થાનિક હોસ્પિટલે ખસેડાયો હતો. કાવી સ્થિત તેના પરિવારજનોએ સુહેલ ઉપર અગાઉ પણ હુમલો કરી લૂંટ લીધો હોવાનો ઉલ્લેખ
કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter