સાઉથ આફ્રિકામાં ભરૂચના યુવક પર બે જણાએ ફાયરિંગ કરી લૂંટ ચલાવી

Monday 07th September 2020 09:09 EDT
 

ભરૂચઃ દક્ષિણ આફ્રિકામાં ભારતીયો પર લૂંટ-ફાયરિંગ થવાની ઘટનાઓ વારંવાર બને છે. તાજતેરમાં ભરૂચ જિલ્લાના એક યુવાન પર વેન્ડો શહેરમાં બે અશ્વેત યુવાનોએ ફાયરિંગ કરી લૂંટ ચલાવવાનો કિસ્સો બહાર આવ્યો છે. ભરૂચના વોરા સમની ગામના અકરમ શેઠ નામના યુવાન દ. આફ્રિકાના વેન્ડો શહેરમાં રહે છે. તાજેતરમાં તેઓ ત્યાં શોપિંગ કરવા નીકળ્યા હતા. દરમિયાન એક કારમાં ત્રણ અશ્વેત યુવાનોએ તેમનો પીછો કર્યો હતો. અકરમ શેઠે શોપિંગ માટે કાર ઊભી રાખતાં કારમાંથી આવેલા યુવાનોએ ફાયરિંગ કરી લૂંટ ચલાવી અને ફરાર થઈ ગયા હતા. ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં અકરમ શેઠના ભરૂચમાં રહેતા પરિવારજનો ચિંતાતૂર થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ભારતના અને તેમાં પણ ગુજરાતના ભરૂચ જિલ્લાના યુવાનો દ. આફ્રિકાના અશ્વેતોના હુમલાનો ભોગ બન્યા છે. ભરૂચના લોકોએ આ અંગે સરકારને રજૂઆત પણ કરી હતી. આવી ઘટનાઓમાં ઘણા યુવાનોનાં મૃત્યુ પણ થયાં છે.




to the free, weekly Gujarat Samachar email newsletter