સાપુતારાઃ ગિરિમથક સાપુતારામાં પહેલી નવેમ્બરથી ૩૧મી જાન્યુઆરી સુધી ચાલનારા પેરાગ્લાઈડિંગ ફેસ્ટિવલનો પ્રારંભ થયા સાથે જ મુલાકાતીઓએ રોમાંચ સાથે પેરાગ્લાઇડિંગની મજા માણી હતી. રાજ્ય સરકારના વિવિધ ફેસ્ટિવલ્સ અંતર્ગતના આ ફેસ્ટિવલમાં પહેલી નવેમ્બરથી જ દેશી વિદેશી સાહસિકો અને મુસાફરોની સારી એવી ભીડ રહી હતી અને પ્રવાસીઓને ગિરિકંદરા ઉપર હવામાં વિહરવાની ખૂબ મજા પડી હતી.