સુરતઃ સાહિત્યિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત ‘સાહિત્ય સંગમ’ના પ્રણેતા સાહિત્યકાર જનક નાયકનું ૬૩ વર્ષે ૧૬મી એપ્રિલે વહેલી સવારે નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી કેન્સરની બીમારીથી પીડતા હતા. જનક નાયકે મૃત્યુ સમયે પોતાની આખરી ઇચ્છા જણાવી હતી કે, બધાં તેમને એક સૂરમાં 'હિપ હિપ હૂર્રે' કહીને વિદાય આપે. તેમનો જન્મ ૧૩ ઓગસ્ટ ૧૯૫૪માં થયો હતો. ૧૮મી એપ્રિલે તેમની યાદમાં પ્રાર્થના સભા યોજાઈ હતી.