સુરત: ૩૧મી ડિસેમ્બરે લોકો નવા વર્ષની ઉજાણી ન કરી શકે એ માટે પોલીસે ૭ વાગ્યાથી જ કડકાઈ શરૂ કરી દીધી હતી, પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ માટે કદાચ નિયમ કાનૂન કોઈ મહત્ત્વ ન રાખતા હોય એમ પેજ કમિટીના સભ્યોએ કાર્ડ વિતરણનો જાહેર કાર્યક્રમ કર્યો હતો અને કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડી ગયા હતા. પોલીસે પણ ભાજપના પેજ કમિટીના સાર્વજનિક કાર્યક્રમને મંજૂરી આપી હતી. સી આર પાટિલની હાજરીમાં રૂસ્તમપુરાની ખંભાતી સમાજની વાડીમાં સેંકડો કાર્યકરો ભેગા થયા હતા. સી આર પાટિલ પહેલી સુધીમાં ૮ દિવસમાં ત્રીજી વાર માસ્ક વગર સાર્વજનિક સભામાં પહોંચી ગયા હતા.
૩૧ ડિસેમ્બરે રાત્રે ૮.૩૦ વાગ્યે ભીડ
કાર્યકરો સી આર પાટિલ સાથે સેલ્ફી પડાવવા પડાપડી કરતા દેખાયા હતા. કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટનસિંગ અને માસ્ક સહિતની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થયું હતું. ખુદ સી આર પાટિલ પણ બેદરકાર દેખાયા હતા.