સુરતઃ સી.એ. આઇપીસીસીનું ૨૯મી જુલાઈએ પરિણામ જાહેર થતાં સુરતની વિદ્યાર્થીની રાધિકા બેરીવાલ ઓલ ઇન્ડિયા સેકન્ડ રેન્ક અને ગુજરાતમાં ફસ્ટ રેન્કે ઉત્તીર્ણ થઇને સુરતનું નામ દેશભરમાં ચમકાવ્યું છે. ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા મે-૨૦૧૮માં ઇન્ટરમીડિયેડ (આઇપીસીસી)ના નવા કોર્સની પરીક્ષા લેવાઇ હતી. આ પરીક્ષા સી. એ. બનવા માટે સેકન્ડ લેવલની હોય છે. પરિણામ જાહેર થતાં રાધિકા બેરીવાલે ૮૦૦માંથી ૬૫૯ માર્કસ મેળવીને ૮૨.૩૮ ટકા સાથે દેશભરના રેન્કરોમાં બીજો રેન્ક મેળવ્યો હતો. જયારે ગુજરાતમાં ફસ્ટ રેન્ક આવ્યો હોવાથી સુરતને ગૌરવ અપાવ્યું છે. રાધિકાના એડવાન્સ એકાઉન્ટીંગમાં સૌથી વધુ ૯૫ માર્કસ આવ્યા હતા.