ભરૂચઃ સેન્ટ્રલ સોઈલ ખારાશ સંશોધન સંસ્થાના બાંધકામના બિલ પાસ કરાવવા માટે રૂ. ૨૫ હજારની લાંચ લેવાના કેસમાં ૧૪ વર્ષ પહેલાં પકડાયેલા સીપીડબ્લ્યુડીના સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયર સુંદરલાલ જૈનને સીબીઆઈના ખાસ જજ સી. કે. ચૌહાણે ગુનેગાર ઠરાવીને પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂ. ૫૦ હજાર દંડ ફટકાર્યો છે. સરકારી અને પ્રાઈવેટમાં બાંધકામનું કામ ઈજનેર દ્વારા કરાતું હતું. ભરૂચમાં સેન્ટ્રલ સોઈલ ખારાશ સંશોધન સંસ્થાનું બાંધકામ નટવરલાલ એમ. પટેલે હાથ ધર્યું હતું. જે બાંધકામના નાણાં સીપીડબ્લ્યુડી વિભાગમાંથી લેવાના થતા હતા. જેમાં સુપરિન્ટેન્ડેન્ટ સુંદરલાલ જૈને રૂ. ૨૫ હજારની લાંચ માગી હતી.