સુરતઃ વેડ રોડ પર ગુનાખોરીના પર્યાય ગણાતા સૂર્યા મરાઠીની ૧૨મી જાન્યુઆરીની બપોરે તેની જ ઓફિસમાં સૂર્યાના એક સમયના સાગરિત હાર્દિક પટેલ સહિત ૭ જણાએ ચપ્પાના આશરે ૫૦ ઘા મારીને હત્યા કરી નાંખી હતી. સૂર્યા મરાઠી પર હુમલો થયો ત્યારે તે ઓફિસમાં એકલો હતો. સૂર્યાએ સામે પ્રતિકાર કર્યો હતો તેમાં હાર્દિકને પણ ભારે ઇજા થઇ હતી અને તેનું પણ આ ઘટનામાં મોત થયું હતું. હાર્દિકની પત્નીની સૂર્યાએ નવરાત્રીમાં છેડતી કરી હતી તેથી બંને વચ્ચેની દોસ્તી તૂટી ગઇ હતી. હાર્દિકે એ વાર રાખીને જ સૂર્યા પર હુમલો કર્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે આ કેસમાં પોલીસે સૂર્યાની હત્યામાં સામેલ લોકોની તપાસ આદરી છે.