સુરતઃ સ્પાઇસ જેટ ભોપાલ બાદ હવે ૩૧મી માર્ચથી સુરતથી ચેન્નઈની ફ્લાઇટ શરૂ કરી રહી છે. જેના માટેનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. ફ્લાઇટ ચેન્નઈ એરપોર્ટથી ૧૨.૫૦ કલાકે ટેકઓફ થઈ સુરત એરપોર્ટ પર ૧૫.૦૦ કલાકે લેન્ડ થશે. ત્યાં તે ૩૦ મિનિટ રોકાશે અને ૧૫.૩૦ કલાકે ટેકઓફ થઈ ચેન્નાઈ એરપોર્ટ ૧૭.૨૦ કલાકે લેન્ડ થશે. ભોપાલની ફ્લાઇટની વાત કરીએ તો સુરત એરપોર્ટથી ૨.૧૦ કલાકે ટેકઓફ થશે અને ૩.૩૦ કલાકે ભોપાલ એરપોર્ટ પર લેન્ડ થશે.