સુરતઃ જિલ્લા અને નજીકના તાપી જિલ્લામાં સમાવિષ્ટ વિસ્તારોમાં ૧૦મી એપ્રિલે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. સાતથી આઠ સેકંડો માટે ધરા ધ્રૂજી હતી. રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા ૩.૨ જેટલી નોંધાઈ હતી. એટલું જ નહીં ભૂકંપનું કેન્દ્ર સુરતની નજીક વરેલી પાસે જણાયું હતું. ભૂકં૫ના આંચકા અનુભવાતા માંડવી, બારડોલી, મહુવા, વ્યારા, કડોદ, નર્મદા, કેવડિયા કોલોની સહિતના વિસ્તારોમાં લોકો ઘરો અને મકાનોમાંથી રોડ ૫ર આવી ગયા હતાં. બારડોલીમાં તો કેટલાંક કાચા મકાનોની દિવાલોમાં તિરાડ પણ પડી ગઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરત નજીક હોવાની હકીકતને નિષ્ણાંતો કીમ-સુરતની અરબસાગરમાં વર્ષો જૂની સુષુપ્ત ફોલ્ટ લાઈન છે, તેની સાથે આને ખાસ લેવાદેવા હોય તેવું જોકે નકારી રહ્યાં છે.