સુરતઃ હીરા ઉદ્યોગના સંગઠન સુરત ડાયમંડ એસોસિએશનની જનરલ સભામાં ૨૦૧૯-૨૦ના નવા હોદ્દેદારોની વરણી ૧૬મીએ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૯-૨૦ માટે પ્રમુખપદે બાબુભાઈ કથિરીયા અને મંત્રી તરીકે બાબુભાઈ વિડીયાની વરણી કરવામાં આવી છે. હીરા ઉદ્યોગના વિકાસ માટે પણ એસોશિએશનની મહત્ત્વની ભૂમિકા રહી છે. ખાસ કરીને ઉઠમણાં, લેભાગુ વેપારીઓ તથા ખોવાઈ જતા હીરા શોધવા માટે ડાયમંડ એસોસિએશન કાયમ આગળ રહે છે. છેલ્લા બે વર્ષથી બાબુભાઈ ગુજરાતીએ સુરતના હીરા ઉદ્યોગના સંગઠન એસડીએની ધુરા સંભાળી હતી. તેમની ટ્રમ હવે પૂર્ણ થતાં સુરત ડાયમંડ એસોસિએશનના ૩૩ કારોબારી સભ્યોની બેઠક મળી હતી. બેઠકમાં તમામ મંજૂરી સાથે કરેલા નિર્ણયમાં પ્રમુખ તરીકે બાબુભાઈ કથીરિયા, ઉપપ્રમુખ તરીકે સવજીભાઈ ભરોડિયા, મંત્રી તરીકે બાબુભાઈ વિડીયા, સહમંત્રી તરીકે ગૌરવ સેથી, નંદલાલ નાકરાણી, ખજાનચી તરીકે મોહન વેકરીયા, સહખજાનચી તરીકે અરવિંદભાઈ હિરપરા અને કો. ઓર્ડિનેટર તરીકે વિનોદ ડાભીની નિમણૂક કરવામાં આવી છે.