સુરતઃ ટૂંક સમયમાં સમગ્ર સુરત શહેરમાં લોકોને ફ્રી વાઈફાઈની સુવિધા મળશે. મહાનગરપાલિકા દ્વારા અત્યારે મુખ્ય કચેરી ખાતે પ્રાયોગિક ધોરણે આ સુવિધા શરૂ કર્યા બાદ હવે અન્ય તમામ સરકારી કચેરીઓ, બગીચા, બીઆરટીએસની બસ તેમ જ બસ સ્ટેન્ડ સહિત મોટાભાગના વિસ્તારોમાં ફ્રી વાઈફાઈની સુવિધા શરૂ કરવામાં આવશે. જીઓનેટની સાથે મળીને મહાપાલિકા દ્વારા આ સુવિધા શરૂ કરવામાં આવશે.