સુરતઃ મહાનગરપાલિકાઓની ચૂંટણી પૂરી થતાંની સાથે હવે સ્થાનિક બજેટ બહાર પાડવાની સિઝન શરૂ થઈ ગઈ છે. સુરત મહાનગરપાલિકાએ વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬નું રૂ. ૩૮૩૩ કરોડનું સુધારેલું બજેટ અને નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ માટેના રૂ. ૫૨૨૬ કરોડના ડ્રાફ્ટ બજેટને ૩૦મી જાન્યુઆરીએ રજૂ કર્યું હતું. નોંધનીય છે કે, સુરત મનપાએ નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ માટે રૂ. ૬૭ કરોડના વેરા વધારા સાથેનું બજેટ બહાર પાડ્યું છે. બજેટમાં દર્શાવાયું છે કે રિવર ડ્રાઈવ રોડ નાના વરાછાના સવજી કોરાટ બ્રિજથી મગદલ્લાના ઓએનજીસી બ્રિજ સુધી ૨૭ કિ.મી.નો બનાવવામાં આવશે.
બજેટ હાઈલાઈટ્સ
• સ્માર્ટ સિટી માટે રૂ. ૧૫૦ કરોડ
• રેલવે સ્ટેશન નવીનીકરણ માટે રૂ. ૫ કરોડ
• મેટ્રોની ફીઝીબીલીટી રિપોર્ટ માટે રૂ. ૧૦ કરોડ
• મહાનગરપાલિકાની મુખ્ય કચેરી માટે રૂ. ૨૫ કરોડ
• રોડ ટ્રાફિક એજ્યુકેશન માટે રિજનલ સેન્ટરની સુરત ખાતે સ્થાપના
• ૫૦૦ સિટી બસ વર્ષના અંત સુધીમાં કાર્યરત થશે
• બીઆરટીએસ માટે રૂ. ૫૭૮ કરોડની જોગવાઈ, ફેઝ-૨ માટે ૧૪૫ કરોડની જોગવાઈ
• સ્મીમેરમાં ૧૮૦ બેડની સુવિધામાં વધારો કરવા સૂચન
• હાઈ મોબિલિટી કોરીડોર તરીકે રીંગ રોડનો વિકાસ
• મિસિંગ લીંક્સ પૂર્ણ કરી મિડલ રીંગરોડનો વિકાસ
• તાપી નદી કાંઠે અગિયાર ભાગમાં રિવર વ્યૂ રોડ
• સુરત મેટ્રો રેલ ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટના અનુસંધાને જરૂરી રોડ નેટવર્ક એલાઈમેન્ટ
• ફાયદાકારક હોય તે રીતે કાકરાપાર, ગાયપગલાં ખાતેથી રો વોટર લેવાનું આયોજન