સુરત-શાહજાહ વચ્ચે ફ્લાઈટનો ૧૬ ઓગસ્ટથી પ્રારંભ થશે

Wednesday 20th June 2018 08:55 EDT
 
 

અમદાવાદઃ સુરત એરપોર્ટને કસ્ટમ નોટીફાઇડ જાહેર કર્યા બાદ એર ઇન્ડિયાએ તેની કામગીરીમાં ગતિ લાવી સુરતથી શારજાહાનો સ્લોટ નક્કી કર્યો છે અને આ સ્લોટ શારજહા એરપોર્ટ પર મોકલી દેવામાં આવ્યો છે. આ સ્લોટ કોચી અને સુરત શહેરની પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ કનેક્ટીવિટીના રૂપમાં હશે.
આંતરરાષ્ટ્રીય એરપોર્ટ
આ જોતાં ગુજરાતને હવે અમદાવાદ બાદ વધુ એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળી ગયું છે. સુરતના એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો પણ મળી ગયો છે. ૧૬ ઓગસ્ટથી સુરત-શારજાહ વચ્ચે સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. તેવી જાહેરાત થઈ છે.
ઉલ્લેખનીય છે કે, નાણા પ્રધાન નીતિન પટેલે ૨૦૧૮-૧૯ના ગુજરાતના નાણાકીય બજેટમાં સુરત એરપોર્ટમાં ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ શરૂ કરવા રૂ. ૧ કરોડ ફાળવ્યા હતા.
ગત વર્ષે ૨૦ સપ્ટેમ્બરના ગુજરાતના ગૃહ વિભાગે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માટે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાં ૬૮ની નિમણૂક માટે ડીજીપીને નિર્દેશ પણ આપ્યો હતો. સુરતમાં હાલ એર ઇન્ડિયા શારજાહ માટે ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઓપરેટ કરશે. આ પછી તબક્કાવાર ઇન્ટરનેશનલ ફ્લાઇટ વધારાશે. ૭૭૦ એકરમાં ફેલાયેલા સુરત એરપોર્ટમાં નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ૬.૮૧ લાખ મુસાફરોએ અવરજવર કરી હતી. હાલ ૧૦૭૬૨ એરક્રાફ્ટની વાર્ષિક મૂવમેન્ટ છે.
સુરત એરપોર્ટ : ફેક્ટફાઇલ કુલ વિસ્તાર : ૭૭૦ એકર, રન-વે લંબાઇ : ૨૯૦૫ મીટર, સરફેસ: એસ્ફેલ્ટ, ૨૦૧૭-૧૮માં કુલ મુસાફરો: ૬,૮૧,૪૬૫. ૨૦૧૭-૧૮માં વાર્ષિક એરક્રાફ્ટ મૂવમેન્ટ: ૧૦૭૬૨. નવા એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન: ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૯. હાલની ફ્લાઇટ્સ: દિલ્હી, બેંગલુરુ, ભાવનગર, મુંબઇ, દિલ્હી, ગોવા, હૈદરાબાદ, જયપુર, કોલકાતા, મુંબઇ, પટણા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter