સુરત: છેલ્લાં એક મહિનામાં સુરત અને મુંબઇના બજારમાં ૪થી ૫ ઉઠમણાં અને છેતરપિંડીના કિસ્સા ઉપરાછાપરી બની ગયાં હોવાથી ભય ફેલાયો છે. ૮ જુલાઈએ પણ મુંબઈ હીરા બજારમાંથી એક દલાલ કમ વેપારી રૂ. ત્રણ કરોડનો પોલીશ્ડનો માલ લઈને ફરાર થયાં પછી કામકાજોને અસર થઇ છે.
કોરોના સંક્રમણને કારણે ત્રણ મહિના હીરાના વેપારને ખૂબ જ મોટો ફટકો પડયો હોવાથી અને કામકાજો તદ્દન ઠપ્પ થઈ ગયાં હોવાને કારણે છેતરપિંડી અને ઉઠમણાંને મોકળું મેદાન મળ્યું છે. જેઓ અત્યાર સુધી ખૂબ જ નુકસાની કરી રહ્યાં હતાં, તેઓ અત્યારે પરિસ્થિતિનો લાભ ઉઠાવી રહ્યા છે. પાછલાં એક મહિના દરમિયાન રૂ. ૧૦-૧૨ કરોડથી રૂ. ૪૦ કરોડ સુધીની જુદી-જુદી છેતરપિંડી અને ઉઠમણાં આનું જ પરિણામ હોવાનું માનવામાં આવે છે.
અત્યારનો સમય ખૂબ જ કપરું છે અને જો ધ્યાન રાખવામાં આવે તો માલ ગુમાવવાનો વારો આવી શકે એમ છે. હજુ આગામી દિવસોમાં પણ કામકાજ વધે એવી કોઈ અણસાર નથી, તેવા સંજોગોમાં છેતરપિંડી અને ઉઠમણાઓના વધે તેવી પુરેપુરી શક્યતાઓ છે. બજારમાં નાના હમણા અને છેતરપિંડી અને કિસ્સા સતત બની રહ્યાં છે, પરંતુ બહાર આવતા નથી. છેલ્લા એક મહિનામાં હીરા બજાર નાના મોટા મળીને જુદા જુદા ઉઠમણાંઓ મળી અંદાજે રૂ. ૧૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી છે.