સુરતઃ સ્પાઈસ જેટ એરલાઈન્સ દ્વારા પહેલી જૂનથી સુરતથી ગોવા, જયપુર અને હૈદ્રાબાદની સીધી ફ્લાઈટનો પ્રારંભ થયો હતો. વેકેશનના અંતિમ સપ્તાહના પ્રથમ દિવસે જ ગોવાની ફ્લાઈટને સુરતીઓએ જોરદાર પ્રતિસાદ આપ્યો હતો. ગોવા સુરત રૂટની પ્રથમ દિવસની જ બધી ફ્લાઈટની તમામ ટિકિટો અગાઉથી બુક થઈ ગઈ હતી. જયપુરની ફ્લાઈટને ૯૦ ટકા અને હૈદ્રાબાદની ફ્લાઈટને ૮૫ ટકા પેસેન્જર મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે સુરત - ગોવા રૂટની બધી જ ફ્લાઈટની સાત જૂન સુધીની ટિકિટો બુક થઈ ગઈ હતી.બીજી તરફ સ્પાઈસ જેટે ૧ જુલાઈથી સુરતથી વાયા કોલકાતા, પટનાની સીધી ફ્લાઈટની જાહેરાત કરી છે. સ્પાઈસ જેટ દ્વારા ગોવા, જયપુર અને હૈદ્રાબાદ માટે ક્યુ-૪૦૦ બોમ્બાર્ડીયર ૭૮ સીટર વિમાનનો ઉપયોગ કરાયો હતો.