સુરતથી દિલ્હીની બે સહિત પાંચ શહેર માટે ૬ નવી ફ્લાઇટ

Friday 24th August 2018 08:02 EDT
 
 

સુરતઃ ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા ૧૬મી ઓગસ્ટે એકસાથે પાંચ શહેરની ૬ ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. ઇન્ડિગો દ્વારા સુરતથી બેંગુલુરુ, દિલ્હી, ગોવા, હૈદરાબાદ અને મુંબઈની ફ્લાઇટ શરૂ થઈ ગઈ છે. ઇન્ડિગો એક દિવસમાં દિલ્હીની ૨ ફ્લાઇટ દોડાવશે. પાંચ શહેરો માટે શરૂ કરાયેલી ૬ ફ્લાઇટને ૮૦ ટકાથી વધુ મુસાફરો મળ્યા હતા. દિલ્હી ફ્લાઇટ સવારે ૮.૨૦ કલાકે ૧૬૦ મુસાફરોને લઈ સુરત આવી પહોંચી હતી.
દિલ્હીથી સુરત પહોંચેલી ફ્લાઇટને વોટર કેનના શાવર દ્વારા સલામી અપાઈ હતી અને સુરત-બેંગુલુરુ ફ્લાઇટે સવારે ૮.૫૦ કલાકે ૧૭૦ મુસાફરો સાથે ઉડાન ભરી હતી.
બાદ એક પછી એક શિડ્યુઅલ મુજબ ઇન્ડિગોની તમામ ફ્લાઇટોએ સુરત એરપોર્ટ પર આગમન અને સુરતથી ઉડાન ભરી હતી.

શિડ્યુલ

સુરત-બેંગ્લોર ૮.૫૦ સવારે

સુરત-દિલ્હી ૧.૩૦ બપોરે

સુરત-ગોવા ૫.૪૦ સાંજે

સુરત-હૈદરાબાદ ૩.૦૫ બપોરે

સુરત-મુંબઈ ૫.૨૦ સાંજે

સુરત-જયપુર ૩.૫૦ બપોરે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter