સુરતના કાપડ વેપારી પાસે મોદીના વિજયદિવસની ચલણી નોટનો સંગ્રહ

Wednesday 29th May 2019 06:24 EDT
 

સુરતઃ સુરતના કાપડ વેપારી અને ચાર દાયકાથી પોસ્ટલ સ્ટેમ્પ, નોટ અને સિક્કાના સગ્રહનો શોખ ધરાવતા અશોક ઢબુવાલાએ નરેન્દ્ર મોદીના વિજય દિવસની તારીખ ધરાવતી ચલણી નોટનું અનોખું કલેક્શન કર્યું છે. તેમણે ૧૬-૦૫-૧૪ અને ૨૩-૦૫-૧૯ની ભારત દેશની ૫, ૧૦, ૨૦, ૫૦, ૧૦૦ તથા હાલની નવી નોટ અલગ અલગ સિરીઝની રૂ. ૧૦ની નોટનો સગ્રહ કર્યો છે.
સુરતમાં ન્યૂ અડાજણ-પાલ રોડ પર હરિદ્વાર કો. ઓ. હાઉસિંગ સોસાયટીમાં રહેતા અને એલાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સાથે જોડાયેલા અશોક ઢબુવાલા કાપડના વેપારી છે. ૧૯૬૫ની સાલથી તેઓ પોસ્ટલ સ્ટેમ્પ, ચલણી નોટ અને સિક્કાનો સગ્રહ કરી રહ્યા છે. તેમની પાસે ૭૮૬ નંબર ધરાવતી ૨૦૦ નોટ, વિવિધ નંબર સિરીઝવાળી નોટ, ગાંધીજીના જન્મ-મરણ તારીખ ધરાવતી નોટ, સ્વતંત્રતા દિવસ ૧૫ ઓગસ્ટ સાથે જોડાયેલી નોટ, આઝાદી પહેલા અને પછીના સમયના સિક્કાઓનું મસમોટું કલેક્શન છે.




to the free, weekly Gujarat Samachar email newsletter