નવી દિલ્હીઃ દિલ્હી એરપોર્ટ પર દુબઈથી આવેલા સુરતના કેટલાક પ્રવાસીઓ પાસેથી સોમવારે સુરક્ષા અધિકારીઓએ ૧૬ કિલોના સોનાની ઇંટો કબજે કરી હતી. એમાંથી યાહાભાઈ અને મોઇયાદી તસનીમની ઓળખ થઈ છે. તેઓ વિમાનમાંથી ઉતરીને ઇમિગ્રેશન તપાસમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની પાસેથી સોનાની ઇંટોનો જથ્થો ઝડપાયો હતો. અન્ય લોકોની ઓળખ હજુ સુધી સામે આવી નથી. તપાસ એજન્સીઓ પણ આ મુદ્દે કંઈ પણ સ્પષ્ટ રીતે જણાવી રહી નથી. સોનું કયા હેતુથી ભારત લવાયું છે તે હજુ જાણી શકાયું નથી. તેઓએ તેમની સાથેના બાળકોનાં ડાઈપર્સમાં આ સોનું છુપાવ્યું હોવાનું ઇમિગ્રેશન અધિકારીએ જણાવ્યું હતું. તપાસ અધિકારીઓના અનુસાર ધરપકડ કરવામાં આવેલા લોકો નિયમિત રીતે ભારત અને દુબઈ વચ્ચે યાત્રા કરતા રહે છે.