સુરતઃ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર સુરતનાં મેટ્રો રેલ પ્રોજેક્ટના રૂ. ૧૨,૦૫૦ કરોડના ડીપીઆર બાદ આ પ્રોજેક્ટ માટે જર્મન બેંકોને રસ પડ્યો છે. સુરતમાં કુલ ૪૦.૦૫ કિ.મી.ના બે રૂટ રાજ્ય સરકારે મંજૂર કર્યા છે. રૂ. ૧૨,૦૫૦ કરોડના આ પ્રોજેકેટ માટે જર્મનીની બેંકો ફંડ આપવા માટે ઉત્સુક હોવાનું જણાય છે. કેન્દ્ર સરકારના સૂચિત અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનાં પ્રોજેક્ટ માટે જાપાને ફંડ આપ્યું છે. ફંડ માટે જર્મનીની વિખ્યાત કેએફડબલ્યુ ડેવલપમેન્ટ બેંકના ચાર પ્રતિનિધિઓએ સુરત શહેરની મુલાકાત લીધી હતી.
બેંકનાં પ્રતિનિધિઓ મ્યુ. કમિશનર અને સિટી ઇજનેરને મળ્યા હતા. તેઓ બીઆરટીએસ અને સિટી બસ જેવી કનેક્ટવિટીથી પણ પ્રભાવિત થયા હતા. તેઓએ કહ્યું હતું કે મેટ્રો સાથે આ સેવાનું જોડાણ લોકોને વધુ લાભકારક રહેશે.