સુરત: સુરતના હજીરામાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મેક ઇન ઇન્ડિયા વિઝન હેઠળ એલ.એન્ડ.ટી. હજીરા દ્વારા નિર્મિત ૯૧મી કે-૯ વજ્ર ટેન્કને ૧૦મીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્ય પ્રધાને વજ્ર ટેન્કની આરતી ઉતારી ટેન્ક પર સવાર થઇને અભિવાદન ઝીલ્યું હતું. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, ડિફેન્સના સાધનો પહેલા બહારથી આયાત કરવા પડતા હતા. હવે ડી.આર.ડી.ઓ મારફતે સંશોધનો કરીને આપણે ત્યાં સાધનોનું નિર્માણ થાય તે દિશામાં સરકારે કાર્ય હાથ ધર્યું છે. લેટેસ્ટ ટેક્નોલોજીના ઉપયોગથી બનાલા વેપન્સ આપણા દેશમાં બને તે દિશામાં જોરશોરથી કામ કરી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.