સુરતઃ કતારગામના વેવાઈ સુરેશભાઈ (નામ બદલ્યું છે) અને નવસારીની વેવાણ સોનીબહેન (નામ બદલ્યું છે) પુન: ભાગી ગયા છે. એકબીજાથી ભવિષ્યમાં કયારેય દૂર નથી થવુંના મક્કમ નિર્ધાર સાથે બંનેએ વરાછામાં નવેસરથી સંસાર માંડયો હતો ત્યાંથી પણ તેઓ રવિવારે કોઈક કારણોસર ભાગી જઈ નાસિકના ડુંગરી ગામમાં રૂમ ભાડે રાખી રહેવા માંડતા આ પ્રેમસંબંધ ફરીથી ગાજ્યો છે.
દીકરા-દીકરીના લગ્ન પ્રસંગ પહેલા જાન્યુઆરી માસમાં વેવાઈ-વેવાણને લઈને ભાગી ગયા હતા. બંને ઉજજૈનનમાં રોકાયા હતા. જ્યાં વેવાઈના એક રાજકીય પક્ષના અગ્રણીએ રહેવા-જમવાની તમામ વ્યવસ્થા પણ કરી આપી હતી. વેવાઈના પરિવારજનો ઉજૈજેન શોધવા માટે પણ ગયા હતા, પણ બંને તે સમયે મળ્યા ન હતા. બાદમાં ૧૬ દિવસ પછી બંને પરત આવ્યાં હતાં. વેવાઈ-વેવાણને પહેલા પોલીસ સ્ટેશને લાવી નિવેદનો લેવાાયા હતા. આ સમયે વેવાણને તેના પતિ કે પરિવારે સ્વીકારવાની ના પાડી દેતાં તેણી કામરેજમાં પિયરમાં રહેવા જતી રહી હતી જ્યારે વેવાઈને તેના પરિવારજનો ઘરે લઈ ગયા હતા. થોડા દિવસો સુધી વેવાઈ પરિવાર સાથે રહયા પણ વેવાઈ વેવાણ સાથેનો પ્રેમ ભૂલી શકે તેમ નહોતા.
આ માટે પરિવારજનો તેમજ સમાજના આગેવાનો વેવાઈને તેના ઘરે જઈને સમજાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા, છતાં વેવાઈ કોઈની પણ વાત માનવા તૈયાર ન હતા. આખરે ૩૪ દિવસ બાદ વેવાઈ ફરી ૨૯મી ફેબ્રુઆરીએ બપોરે પરિવાર સાથે ઝઘડો કરીને કામરેજ પિયરમાં રહેતી વેવાણને લઈને ભાગી ગયા હતા અને વરાછામાં ભાડાના મકાનમાં નવેસરથી પોતાનો સંસાર માંડ્યો હતો, પરંતુ કોઈક કારણોસર રવિવારે ત્યાંથી ભાગી જઈ નાસિકના ડુંગરી ગામમાં ભાડાનું મકાન રાખી રહેવા લાગ્યા હોવાની વાત સામે આવી રહી છે.