સુરતઃ અડાજણ વિસ્તારમાં આવેલા ગૌરવ પથ રોડ પરના એક નવનિર્મિત બિલ્ડિંગમાં રહીને પતિ સાથે મજૂરીકામ કરતા મૂળ મધ્ય પ્રદેશના માયાબહેન ગોપાલભાઈ બાધરી (ઉ. વ. ૨૧)ની તાજેતરમાં અર્ધનગ્ન હાલતમાં હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. માયાબહેનના ગળાના ભાગે ઈજાના નિશાન મળ્યા છે. પોલીસને જાણ થઈ છે કે માયાના મૃત્યુ પહેલાં દંપતીને ઘરે ઝઘડો થયો હતો. તેથી પોલીસે માયાના પતિને શંકાના દાયરામાં લઈને તેની પૂછપરછ હાથ ધરી હતી. બીજી તરફ માયાના પતિ ગોપાલે પોલીસ તપાસમાં જણાવ્યું છે કે બિહારના વતની મનોહર નામના યુવાન સાથે માયાનો છેલ્લા આઠ મહિનાથી પ્રેમસંબંધ હતો. પોલીસે રેપ વિથ મર્ડરની દિશામાં તપાસ આદરી છે. માયાનો પતિ અને પ્રેમી પોલીસના શંકાના દાયરામાં હોવાનું પોલીસે જણાવ્યું છે.