સુરતઃ ઉધના રેલવે ગરનાળા પાસે વર્ષોથી દારૂનો વેપાર કરનારા બુટલેગર કાલુ પર છઠ્ઠી જૂને નવાગામમાં રેલવે ટ્રેકથી આગળ સાંઈનગર સોસાયટીમાં તેના જ ઘરની બહાર ૮થી ૯ જણાએ ચપ્પુથી હુમલો કરીને હત્યા કરી નાંખી હતી. કાલુની હત્યામાં અજ્જુ ઉર્ફે અજય, પવન ઉર્ફે ફર્યો અને રૂપેશ મરાઠેનું નામ સામે આવ્યું છે. કાલુની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા હતા. તેથી સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા. કાલુની હત્યામાં ક્રાઈમ બ્રાંચે પાંચને ડિટેઇન કર્યાં છે. કોરોના ટેસ્ટ પછી તેમની ધરપકડ કરવાની જોગવાઈ થઈ હતી. સુરતના નવાગામમાં રહેતો કાલુ ઉર્ફે શંકર નામદેવ નિકમ દારૂનો મોટાપાયે વેપાર કરનારો બુટલેગર હતો. મધરાત્રે તે તેના ઘરે પહોંચ્યો ત્યાં છુપાઈને રાહ જોતાં ૮થી ૯ જણાએ કાલુ પર હુમલો કર્યો હતો.