સુરતની જાણીતી ટેક્ષટાઇલ પેઢી વિશાલ ફેશન ગ્રૂપનું રૂ. ૧૨.૫૦ કરોડનું કાળુ નાંણુ ઇન્કમટેક્સ વિભાગે પકડ્યું છે. આ જૂથના કમલા દરવાજાસ્થિત શો રૂમ, પાંડેસરામાં પ્રોડકશન યુનિટ અને કડોદરામાં વી.કે પ્રિન્ટ નામના સાડી પ્રિન્ટીંગ યુનિટ પર વિભાગે સર્વેની કામગીરી કરી હતી. શો-રૂમ અને પ્રોડેકશન યુનિટના આવક-જાવકના હિસાબો, માલ સ્ટોકથી લઇને તમામ દસ્તાવેજોના ઝીણવટપૂર્વક અભ્યાસના અંતે રૂ. ૧૨.૫૦ કરોડનું કાળું નાણું ઝડપી પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે આ જૂથ બોલિવૂડ સાથે પણ સંકળાયેલું છે. તાજેતરમાં અજય દેવગન અને તબ્બુ અભિનીત રિલીઝ થયેલી ફિલ્મ ‘દૃશ્યમ’ ફિલ્મને સ્પોન્સર કરનાર વિશાલ ફેશન ગ્રૂપ દ્વારા અગાઉ વિવિધ ૧૦ ફિલ્મોને પણ સ્પોન્સર કરી હોવાની ચર્ચા થઇ રહી છે.