સુરતઃ સુરત સહિત સમગ્ર ગુજરાતમાં વધતા જતા કોરોના ને પગલે કોર્ટ અને સરકારે જાહેર ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ કોર્ટના આદેશને ભૂલીને સુરતના રાજકારીઓ ડો. બાબાસેહબ આંબેડકર જયંતી નિમિત્તે એકત્ર થયા હતા. સોશિયલ ડિસ્ટન્સ વિના ભેગા થયેલા નેતાઓ ફોટોસેશન પણ કરાવ્યું હતું.
બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ૧૪મી એપ્રિલના રોજ જન્મજયંતિ નિમિત્તે રિંગરોડ સ્થિત પ્રતિમા ખાતે ભાજપના નેતાઓ ડો. આંબેડકરને પુષ્પાંજલી આપવા ભાજપ પ્રદેશ પ્રમુખ, સી.આર.પાટીલ, મેયર હેમાલી બોઘાવાલા, સાંસદ અને ધારાસભ્યો ઉપસ્થિત થયા હતા. પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ નેતાઓને સાથે ઉભા રહીને ફોટોસેશન પણ કરાવ્યું હતું. ભજાપ ઉપરાંત અન્ય પક્ષના નેતાઓ પણ ડો. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી આપવા આવ્યા હતા. જેથી અહીં મેળાવડા જેવા માહોલ થઈ ગયો હતો. સરકાર અને કોર્ટે જાહેરમાં ઉજવણી કે એકત્ર થવા પર પાબંદી મુકી છે. ગલી-મહોલ્લામાં એકત્ર થતા ચાર-પાંચ લોકોને પણ તતડાવાય છે, દંડ વસૂલી કરાય છે ત્યારે રીંગરોડ માનદરવાજા ખાતે જાહેર રોડ ઉપર નેતાઓનો મેળાવડો સવારે રોકટોક વગર ચાલ્યો હતો.