જગતમાં પૈસાદાર લોકો અનેક પ્રકારના શોખ ધરાવતા હોય છે. ઘણા લોકોને દરેક ચીજ-વસ્તુને કિંમતી હીરાથી મઢીને અને વિશેષ બનાવવાના શોખી હોય છે. અત્યારે ખાસ કરીને યુવાનોમાં હીરે જડેલા મોબાઇલ ફોન રાખવાનો શોખ જોવા મળે છે. તાજેતરમાં સુરતમાં એક જ્વેલરને દુબઈના એક ગ્રાહકે હીરાથી જડેલા જૂતાં બનાવવા જણાવ્યું હતું. આ બંને જૂતાંમાં અંદાજે ૧૨ હજાર હીરા જડેલાં છે. જોકે, ખૂબ જ ઓછા લોકો પોતાનાં જૂતાને હીરાથી જડવાનો શોખ રાખતા હોય છે. આવા જૂતાં બનાવનાર જ્વેલર કહે છે કે, અમે વિશ્વના સૌથી મોંઘા જૂતાં બનાવી રહ્યા છીએ, આ કામ પૂર્ણ થતાં લગભગ બે મહિના થશે.