સુરતઃ અડાજણના શિવકુટીર સોસાયટીમાં રહેતી ૨૯ વર્ષીય મનાલી ચિંતન પટેલે તાજેતરમાં ઘરે રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મહિલા તબીબની અડાજણ પોલીસને મળેલી સુસાઈટ નોટમાં લખ્યું છે કે, સંતાન ન થતું હોવાથી ગાયનેક પતિ અને સાસરા દ્વારા તેને ત્રાસ અપાતો હતો અને ડિવોર્સની વાત પણ ચાલતી હતી. જોકે ત્રાસ ખૂબ વધતાં અંતિમ પગલું ભરી લીધું હતું.
મહિલાની સુસાઈટ નોટ તથા અને પિયર પક્ષની ફરિયાદના આધારે પોલીસે મનાલીના પતિ, સાસુ નણંદ સામે ફરિયાદ નોંધી ચિંતન પટેલની ધરપકડ કરી છે.