સુરતઃ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૧૨મી ડિસેમ્બરે સુરતમાં અડાજણમાં આવેલા સંજીવકુમાર ઓડિટોરિયમમાં ઉપસ્થિત રહીને સુરત પાલિકાના વિવિધ ઝોનના રૂ. ૪૩૧ કરોડના તથા શહેરી વિકાસ (સુડા)ના રૂ. ૮૨.૮૩ કરોડના મળી કુલ રૂ. ૫૧૪.૧૫ કરોડના વિકાસ કાર્યોનાં ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યાં હતાં. શહેરના બાંધકામ શ્રમિકોને પરિવારના માટે વાર્ષિક ધોરણે બસ પાસ પણ તેઓએ અર્પણ કર્યા હતા. આ પ્રસંગે મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં સુરત પાલિકાએ રૂ. ૨૦ હજાર કરોડના વિકાસકામો કરીને સમગ્ર ગુજરાત માટે દાખલો બેસાડ્યો છે.