સુરતઃ ગોડાદરામાં ૩.૫ વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ ગળું દબાવી હત્યા કરાયાની ઘટના બની છે. ૧૩મીએ રાત્રે આઠ વાગ્યે ગુમ થયેલી બાળકીનો મૃતદેહ સોમવારે સાંજે ૪ વાગ્યે બાળકીનો પરિવાર જે મકાનમાં રહે છે તેની નીચેના રૂમમાંથી મળ્યો હતો. આ મકાનમાં રહેતો બિહારી અનિલ યાદવ ઘટના બાદ ગુમ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે બાળકી ગુમ થતાં લિંબાયત પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી અને એસઓજીની મળી ૧૦થી વધુ ટીમો કામે લાગી હતી. પોલીસે દરેક ઘરે તપાસ આદરી હતી. સોમવારે સાંજે પોલીસનું ધ્યાન બાળકીના મકાનની નીચેના રૂમમાં ગયું. પોલીસે તાળું તોડતાં રૂમમાં વાસ ફેલાઈ હતી અને બે ડોલની નીચે પ્લાસ્ટિકના કોથળામાંથી મૃતદેહ મળી આવ્યો હતો.