સુરત: કોરોનાને કારણે પરિસ્થિતિ દિનપ્રતિદિન વણસી રહી છે. હોસ્પિટલોમાં એક તરફ બેડ ખુટી પડ્યા છે તો બીજી તરફ અગ્નિસંસ્કાર કરવાના સ્થળોએ પણ અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્મશાનમાં ભઠ્ઠીઓ ખુટી પડી છે ત્યારે ખુલ્લી જગ્યામાં મૃતદેહોને અંતિમસંસ્કાર કરવામાં આવી રહ્યા છે.
ઉમરા રામનાથ ઘેલા સ્મશાન ભૂમિમાં ખુલ્લા મેદાનમાં ૧૦ એપ્રિલથી નોર્મલ ડેડ થઈ ગયેલા લોકોની અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે. આખા દિવસમાં ૨ જેટલી બોડીની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. બાકી સ્મશાનમાં લાકડાની ભઠ્ઠીઓ અને કોવિડ મૃતદેહ ઈલેક્ટ્રીક સગડી પર અંતિમ ક્રિયા ચાલે છે.