સુરત: વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી ૧૪ દિવસની દીકરીનું અંતે મોત થયું. દીકરીને હાથમાં લેવા તરસી રહેલા પિતાની આંખો વરસી પડી, તેમણે કહ્યું, “દીકરીનું નામ યશ્વિનીબા પાડવાની ઇચ્છા હતી, પણ નામ નહોતું પાડ્યું ને તે જતી રહી ! હોસ્પિટલના ડોક્ટર્સ અને નર્સની આંખો પણ ભીની થઈ ગઈ હતી. કોરોનાની બીજી લહેર બાળકો માટે પણ ઘાતક સાબિત થઈ છે. છેલ્લા 30 દિવસમાં ૧૦ વર્ષ સુધીનાં ૨૮૬ બાળકોને કોરોના થયો છે, જેમાં ૧૪ દિવસની બાળકી સહિત ત્રણ શિશુનાં મોત થઈ ચૂક્યાં છે.