સુરતમાં ‘કામ આપો અથવા ઘરે જવા દો’ના નારા સાથે કારીગરોની ધમાલ

Wednesday 15th April 2020 07:07 EDT
 

સુરતઃ ડાયમંડ બુર્સના કારીગરોએ ૧૦મી એપ્રિલે સવારે ‘અમને કામ આપો અથવા ઘરે મોકલો’નો હોબાળો મચાવીને દેખાવો કર્યા પછી ૧૦મીએ જ સાંજે ૭-૩૦થી ૮.૦૦ વાગ્યા આસપાસ લસકાણા ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં આવેલી ક્રિષ્ના, રામદેવ, ડાયમંડ નગર કળથિયા સોસાયટીના હજારો કારીગરોએ રસ્તે ઉતરીને ધમાલ કરી હતી. આ કારીગરોએ ‘અમને વતન જવા દો’ એવી માગણી સાથે હોબાળો મચાવ્યો હતો. ટોળાએ રસ્તાને બંધ કરવા માટેના બેરીકેડને ફેંકી દીધા અને તોડફોડ પણ કરી હતી. આજુબાજુમાં જ્યાં લાકડાનો સામાન દેખાયો એ સળગાવી દીધો હતો. આ ટોળાએ શાકભાજીની લારીઓને પણ ઊંધી વાળી દીધી હતા. પોલીસે જણાવ્યું હતું કે, લસકાણામાં રાત્રે ૮.૦૦ બે હજારથી ૩ હજાર કારીગરો રસ્તે આવી ગયા હતા અને ધમાલ કરી હતી. જોકે એ પછી પરિસ્થિતિ માંડ કાબૂમાં આવી હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter