સુરતઃ દક્ષિણ ભારતમાં ફેની વાવાઝોડાના કારણે લાખો લોકો બેકાર થયા છે. આશરે અઢી લાખથી વધુ લોકો ઘરવિહોણા બની ગયા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ફેની વાવાઝોડામાં પીડિતો માટે અનેક પ્રકારે સહાયની યોજનાઓ હાથ ધરવામાં આવી છે. જે ઘટના બાદ કેન્દ્ર સરકાર અને દેશના અનેક રાજ્યમાંથી ઓરિસ્સાના આર્થિક રીતે મદદ થઈ રહી છે.
ત્યારે સુરત શહેરમાંથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેરના ટેક્સટાઇલ માર્કેટોમાં જઈ વેપારીઓ પાસેથી સાડી અને ડ્રેસ એક્તિરત કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ૧૦ હજારથી વધુ સાડી અને ડ્રેસ ઓરિસ્સામાં મોકલશે. ઉલ્લેખનીય છે કે ફેની વાવાઝોડાએ સૌથી વધારે ઓરિસ્સાના લોકો પ્રભાવિત થયા હતા.