વાપી: શ્રી નિખિલ ત્રિમૂર્તિ પ્રણવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેલવાસ નજીક કુડાચામાં ઓમ આકારે નિખિલેશ્વર મહાદેવનું મંદિર રૂ. ૩.૬ કરોડના ખર્ચે ૩૫ હજાર સ્કેવર ફૂટમાં આકાર લેશે. મંદિર બનાવાનો પ્રારંભ એપ્રિલ, ૨૦૦૪માં થયો હતો. આ મંદિરના બાંધકામમાં લોખંડનો બિલકુલ ઉપયોગ કરાયો નથી. જેમ જેમ ભંડોળ ભેગું થાય તેમ મંદિરનું નિર્માણકાર્ય આગળ વધ્યું. મહાદેવજીનું મંદિર તળાવ, નદી કે સમુદ્ર કિનારે હોય તો સર્વોત્તમ ગણાય તેથી આ મંદિર દમણગંગા નદીના કિનારે બને છે. આ ભવ્ય મંદિર ૪૦૦ સ્તંભો પર બની રહ્યું છે અને ૨૧ એકરમાં પથરાયેલું છે. હાલમાં મંદિરમાં કુલ ૧૩૧ દેવી-દેવતાઓની મૂર્તિ બની છે. જેમાં ૫૧ શક્તિપીઠની દેવીઓ પણ છે. સમગ્ર મંદિર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવવામાં આવ્યું છે.